ગોધરા: સંતરામપુર તાલુકાના ચીચાણી ગામે ઘર આંગણે રમી રહેલા એક ૧૨ વર્ષના માસૂમ કિશોર પર હડકાયેલા શ્વાને હુમલો કર્યો હતો.
સંતરામપુર તાલુકાના ચીચાણી ગામે ઘર આંગણે રમી રહેલા એક ૧૨ વર્ષના માસૂમ કિશોર પર હડકાયેલા શ્વાને હુમલો કર્યો હતો. શ્વાન ના હુમલામાં કિશોરના કપાળના ભાગે ગંભીર ઇજા પહોંચી ચીચાણી ગામે રહેતો ૧૨ વર્ષનો કિશોર રોહિત દિલીપભાઈ બામણીયા પોતાના ઘર પાસે રમી રહ્યો હતો. તે દરમિયાન અચાનક એક હડકાયેલા શ્વાને તેના પર હુમલો કરી દીધો હતો. આ હુમલામા કિશોરને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત કિશોરને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.