ભાવનગર શહેર: ભરતનગરમાં બિસ્માર રોડને લઇ વાહન ચાલકોમાં અકસ્માતનો ભય, યોગ્ય કાર્યવાહી કરવા મનપા સમક્ષ માંગ કરાઈ #Jansamasya
Bhavnagar City, Bhavnagar | Apr 8, 2026
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી રોડની કામગીરીને લઈને વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે. શિવાજી સર્કલથી લઈને દુઃખી શ્યામ બાપા સર્કલ સુધીના રોડને ડ્રેનેજનું ઉપગ્રેશન કરવા તોડવામાં આવ્યો હતો. જે હાલ બે વર્ષ જેવો સમયગાળો વિતવા છતાં રોડનું કામ અધૂરું હોવાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. ત્યારે ઝડપથી આ રોડ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.