વિજાપુર: વિજાપુર કુકરવાડા ગામે વડાપ્રધાનની જન્મ દિવસ નિમિત્તે આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન કાર્ડનુ ધારાસભ્ય દ્વારા વિતરણ કરાયુ
વિજાપુર ના કુકરવાડા ગામે ધારાસભ્ય સી.જે ચાવડા દ્વારા આજરોજ બુધવારે બપોરે બે કલાકે વડાપ્રધાનના જન્મ દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે બિલેશ્વર મહાદેવ ના મંદિર ખાતે વડાપ્રધાન ના સ્વસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. અને ત્યાર બાદ કુકરવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વસ્થ નારી સશક્ત નારી અભિયાન નો પ્રારંભ કરાવ્યો હતો. વૃક્ષા રોપણ કરાયું હતુ. અને પોષણ કિટો નુ વિતરણ કરાયું હતું. આ પ્રસંગે પીઆઈ પટેલ કાન્તિ ભાઈ પટેલ સહિત રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા.