ભાવનગર શહેર: મનપા દબાણ હટાવ ટીમ દ્વારા કાળાનાળા વિસ્તારમાંથી કેરીની લારીઓ જપ્ત કરી દબાણો દૂર કરાયા
Bhavnagar City, Bhavnagar | May 20, 2026
ભાવનગર મહાનગરપાલિકા દબાણ હટાવ ટીમ દ્વારા રોડ રસ્તા પરથી દબાણ દૂર કરવામાં આવ્યા હતા. મનપા દબાણ ટીમ દ્વારા જિલ્લા કલેકટર કચેરી, મહાનગરપાલિકા કચેરી અને કાળાનાળા સહિતના વિસ્તારોમાંથી રોડ રસ્તાને અડચણરૂપ લારીઓ હટાવવામાં આવી હતી. જેને લઈને મોટી સંખ્યામાં લારીધારકો રજૂઆત અર્થે દબાણ હટાવ કચેરી ખાતે પહોંચ્યા હતા.