ભાવનગર શહેર: વડાપ્રધાનના શાસનને લઇ ઉજવણીના ભાગરૂપે સર્કિટ હાઉસ ખાતે કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ
Bhavnagar City, Bhavnagar | Jun 13, 2026
દેશના વડાપ્રધાનના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાવનગર જિલ્લામાં વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. જૂન માસ દરમિયાન જિલ્લામાં શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી લોકઉપયોગી અને સેવાકીય કાર્યક્રમોની શ્રેણી યોજાશે. આ કાર્યક્રમોના સફળ આયોજન માટે સર્કિટ હાઉસ ખાતે કેબિનેટ મંત્રી અને પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ હતી.