ગોધરા: ગોધરા તાલુકાના એરંડી ગામે સ્ટેટ મોનિટરિંગ સેલનો મોટો દરોડો: ₹૨૧.૭૨ લાખનો વિદેશી દારૂ અને મુદ્દામાલ ઝડપાયો
ગોધરા તાલુકાના એરંડી ગામે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે દરોડો પાડી ₹૨૧.૭૨ લાખથી વધુનો વિદેશી દારૂ અને મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. ગેંગડી ફળિયાના ખેતરમાં અને એક કરિયાણાની દુકાનના ભોંયરામાંથી કુલ ૬,૩૫૯ નંગ દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા.આ રેડ દરમિયાન પોલીસે વિદેશી દારૂ ઉપરાંત ₹૧૫ લાખની કિંમતનું એક વાહન પણ જપ્ત કર્યું છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમ