ખંભાત: હરિયાણ ગામે દૂધ મંડળી દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો, ધારાસભ્ય સહીત અમૂલના નવનિયુક્ત ડિરેકટર હાજર રહ્યા.
Khambhat, Anand | Sep 19, 2025 હરિયાણ ગામે હરિયાણ દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા ભવ્ય સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન હરિયાણ દૂધ મંડળી દ્વારા ધારાસભ્ય ચિરાગ પટેલ સહીત મહાનુભૂવો, હોદેદારોનો સન્માન કરવામાં હતું. અને મહાનુભવોના હસ્તે હરીયાણ દૂધ મંડળીના તમામ સભાસદોને વાર્ષિક ભેટ આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.સન્માન કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, અમૂલના ડિરેક્ટર રાજેન્દ્રસિંહ પરમાર, પ્રકાશભાઈ રબારી,અમરસિંહ ઝાલા, ચેતનભાઇ પટેલ સરપંચ હાજર રહ્યા.