આજે સોમવારે બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ ગુજરાત યુનીવર્સીટી ખાતે બેઠકનું આયોજન કરાયુ હતુ.જેમાં GCAS પોર્ટલમાં રહેલી ખામીઓને દૂર કરવા માટે ખાસ બેઠક બોલાવવામાં આવી હતી.જેમાં અલગ અલગ કોલેજ યુનિ. ના લોકો હાજર રહ્યા હતા.એડમિશન પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.