ફુલસર વિસ્તારમાં યુવક પર હુમલો કરનાર 3 શખ્સોને બોર તળાવ પોલીસે ઝડપી લીધા
Bhavnagar City, Bhavnagar | May 12, 2026
ભાવનગર શહેરના ચિત્રા ફુલસર વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્રણ શખ્સો દ્વારા તીક્ષણ હથિયાર વડે યુવક પર હુમલો કરી ત્યાંથી નાસી છૂટ્યા હતા. જે બનાવને લઈને પોલીસ ફરિયાદ નોંધાતા બોર તળાવ પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.