શહેરા અને મોરવાહડફ પોલીસ મથકની હદ વિસ્તારમાંથી વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન પ્રોહીબિશનના અલગ અલગ ગુન્હાઓમાં રૂ.૨ કરોડ ૮૭ લાખ ઉપરાંતની ૧,૬૦,૮૪૧ વિદેશી દારૂની બોટલ તેમજ બિયરની ટીનનો જથ્થો પોલીસે ઝડપી પાડયો હતો,ત્યારે આ દારૂનો પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ સહિતની હાજરીમાં ગોધરાના ભેખડિયા ખાતે આવેલી સરકારી પડતર જમીનમાં જેસીબી અને રોલર ફેરવી દારૂના જથ્થાનો નાશ કરાયો