ગોધરા: ઘોઘંબા તાલુકાના ખાનપાટલા ગામમાં વિકાસ કામો ઠપ્પ, ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે કરી રજૂઆત
ઘોઘંબા તાલુકાના ખાનપાટલા ગામમાં અટકેલા વિકાસ કામો અંગે ગ્રામજનોએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી પ્રાથમિક શાળાના નવા મકાનનું બાંધકામ ખોરંભે પડ્યું છે. માત્ર ત્રણ સ્લેબ ભરીને કામ બંધ કરી દેવાતા શાળાના ૪૫૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો મુશ્કેલી ભોગવી રહ્યા છે.બીજી તરફ, 'નળ સે જળ' યોજનાનું કામ પણ અધૂરું હોવાથી ગ્રામજનો પીવાના પાણી માટે ભારે હાલાકી વેઠી રહ્યા છે. ગામના અગ્રણી અમિતભાઈ વ્યાસ અને ગ્રામજનોએ જવાબદાર એજન્સીઓ સામે તપ