ગોધરા: જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સાદગી અપનાવી રાજ્યના લોકોને ઈંધણ બચાવાનો સંદેશ આપ્યો
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હેલિકોપ્ટરનો ત્યાગ કરીને જાહેર પરિવહન અને સાયકલનો ઉપયોગ કરીને કાર્યક્રમમાં પહોંચ્યા હતા.રાજ્યપાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત “ઈંધણ બચાવો” અભિયાનને સમર્થન આપતા આ પગલું ભર્યું હતું,આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, ઈંધણ બચત માત્ર આર્થિક રીતે જ નહીં પરંતુ પર્યાવરણની સુરક્ષા માટે પણ અત્યંત જરૂરી છે. તેમની આ અનોખી યાત્રાએ સામાન્ય લોકો અને યુવાનોમાં સકારાત્મક સંદેશ પહોંચાડ્યો છે.