અંકલેશ્વર: નૂતન વર્ષની વહેલી સવારે અંકલેશ્વરના જાણીતા દેવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી
અંકલેશ્વરમાં નવા વર્ષના આરંભે શ્રદ્ધાળુઓએ ભક્તિભાવથી દેવ દર્શન કર્યા હતા. જાણીતા તીર્થસ્થળ રામકુંડ ખાતેના ક્ષીપ્રા ગણેશ મંદિર તેમજ માંડવ્યેશ્વર મહાદેવ મંદિર સહિતના દેવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. મંદિરોમાં સવારે ભક્તોની લાંબી કતારો લાગી હતી, અને "નૂતન વર્ષ"ના પ્રથમ દિવસે દેવ દર્શન દ્વારા નવા વર્ષની શુભ શરૂઆત કરવામાં આવી.ભક્તો દ્વારા આરતી, પ્રાર્થના અને નૂતન વર્ષ માટે શુભેચ્છાઓની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.