દસ્ક્રોઈ: વસ્તી ગણતરીની કામગીરીમાં આચાર્યોના ઓર્ડર મુદ્દે વિવાદ,DEO અને આચાર્ય સંઘે ઓર્ડર રદ કરવા એડિશનલ સિટી સેન્સસ ઓફિસરને પત્ર
વસ્તી ગણતરીની કામગીરીમાં આચાર્યોના ઓર્ડર મુદ્દે વિવાદ: DEO અને આચાર્ય સંઘે ઓર્ડર રદ કરવા એડિશનલ સિટી સેન્સસ ઓફિસરને પત્ર લખ્યો આગામી સમયમાં રાજ્યભરમાં શરૂ થનારી વસ્તી ગણતરીની કામગીરી માટે શિક્ષકો અને આચાર્યોને જવાબદારી સોંપવામાં આવી છે. જોકે, અમદાવાદ શહેરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોને આ કામગીરી સોંપાતા વિવાદ સર્જાયો છે. આચાર્ય સંઘ બાદ હવે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ (DEO) પણ આ ઓર્ડર રદ કરવા માટે એડિશનલ સિટી સેન્સસ ઓફિસર