મહુધા: નિઝામપુરમાં વર્ષો જૂના દબાણો હટાવવામાં આવ્યા
Mahudha, Kheda | Oct 6, 2025 મહુધા તાલુકાના નિઝામપુરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગામના મુખ્ય ચોકમાં ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા. જે બાબતે સ્થાનિકોએ નિઝામપુર પંચાયતના સરપંચ તેમજ તલાટીને લેખિતમાં ફરીયાદ કરતા ગ્રામપંચાયત દ્વારા દબાણ કર્તાઓને નોટિસો ફટકારી પોલીસની હાજરીમા આજે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.