અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) પર વિમાનોમાં ઝડપી અને સુરક્ષિત રીતે ઈંધણ ભરવા માટે એક અત્યાધુનિક એવિએશન ફ્યુઅલ સ્ટેશન (AFS) કાર્યરત કરવામાં આવ્યું છે. ઓપન એક્સેસ મોડલ હેઠળનું આ દેશનું સૌથી મોટું સ્ટેન્ડઅલોન રિફ્યુઅલર આધારિત ઈન્ટુ-પ્લેન ઓપરેશન છે.