ભુજ: ભુજ શી’ટીમ દ્વારા વિદ્યાર્થીઓને સાયબર અને કાયદા અંગે માર્ગદર્શન
Bhuj, Kutch | May 9, 2026 ભુજ શહેર પોલીસની શી’ટીમ દ્વારા હરીપર સ્થિત કચ્છી લેવા પટેલ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન સાયબર ક્રાઈમ, NDPS ડ્રગ્સ, ટ્રાફિક નિયમો, મહિલાઓના કાયદા, ભારતીય ન્યાય સંહિતા, ગુડ ટચ-બેડ ટચ, છેડતી, ઓનલાઇન ગેમિંગ, સેલ્ફ ડિફેન્સ, પોક્સો કાયદો તેમજ હેલ્પલાઈન નંબર 112 અને 1930 અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.