ગાંધીનગર: મહાત્મા મંદિર ખાતે આયોજિત બે દિવસીય સ્ટાર્ટઅપ કોન્કલેવ અને એક્ઝિબિશનનો કેન્દ્રીય ગૃહ મત્રી મુખ્યમંત્રી પ્રારભ કરાવ્યો
ગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય “સ્ટાર્ટઅપ કોન્કલેવ અને એક્ઝિબિશન-૨૦૨૫”નો આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો. સ્ટાર્ટઅપ એક્ઝિબિશનનો પ્રારંભ કરાવીને કેન્દ્રીય ગૃહ મંત્રીએ વિવિધ સ્ટાર્ટઅપ સ્ટોલ્સની પ્રત્યક્ષ મુલાકાત લઇ ઉદ્યમીઓ સાથે સંવાદ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ વેળાએ ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા હતા.