ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા IFFCO દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપી
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે IFFCO દ્વારા "એક પેડ મા કે નામ" અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ સવારે 10:05 કલાકે યોજાયો હતો. આ કાર્યક્રમ વાવોલ-ઉવારસદ રોડ, શ્રી હરિ ફલેટ 142 પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં યોજાયો હતો.આ કાર્યક્રમમાં ઇફકોના ચેરમેન દીલીપ સંઘાણી,વાઈસ ચેરમેન બિપિન ગોતા ,ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ ધારાસભ્ય રીટાબેન પટેલ, મહાનગરપાલિકાના કોર્પોરેટરો, કાર્યકર્તાઓ અને શહેરીજાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.