ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ અને શહેરના નાગરિકોએ રાજ્ય સરકારની 24X7 પાણી વિતરણ પ્રથા અને પાણીના વપરાશ માટે મીટર લગાવવાના નિર્ણયનો સખત વિરોધ કર્યો છે. આ મુદ્દે ગાંધીનગર વસાહત મહાસંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર સુપરત કરી તાત્કાલિક પુનર્વિચારણા કરવાની માંગ કરી છે.