ગાંધીનગર: નવરાત્રી પર્વ અનુસંધાને રાજ્યના તમામ શહેર-જિલ્લાના એક્શન પ્લાન બાબતે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વીડિયો કોન્ફરન્સ
નવરાત્રીના પાવન પર્વને ધ્યાનમાં રાખીને આજે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે વિડિયો કોન્ફરન્સ દ્વારા તમામ શહેરના પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડાશ્રી અને રેન્જ વડાશ્રી સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટેની પોલીસની તૈયારીઓ અને વ્યવસ્થાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તહેવાર દરમિયાન ચાર મુખ્ય બાબતો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સૂચના આપી છે.