ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જી.એસ.ટી. અને લોકલ ચીજ વસ્તુઓની ખરીદી માટે આપી પ્રતિક્રિયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં પ્રથમ નવરાત્રી ૨૨ સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવેલા નેક્સ્ટ જેન જી.એસ.ટી. રિફોર્મ્સને લોકોની બચતમાં વૃદ્ધિ કરનારો બચત ઉત્સવ ગણાવ્યો છે. વડાપ્રધાનએ દેશના લોકોના પૈસાની બચત, થાય લોકો ઉમંગ ઉત્સવથી તહેવારો ઉજવે અને જી.એસ.ટી. રિફોર્મ્સના લાભથી લોકોની સમૃદ્ધિ તથા વૈભવ વધે અને જીવન ધોરણમાં સુધારો થાય તેવો ઉદાત્તભાવ નેક્સ્ટ જેન જી.એસ.ટી. ફોર્મ્સમાં રાખ્યો છે.