રાજકોટ: ખરાબ રોડ રસ્તાને લઈને કોંગ્રેસ કાર્યકરો દ્વારા રૂડા ઓફિસ ખાતે સખત વિરોધ પ્રદર્શન કરાયું, તમામની પોલીસ દ્વારા અટકાયત
Rajkot, Rajkot | Sep 17, 2025 ખરાબ રોડ રસ્તાને લઈને કોંગ્રેસ કાર્યકરો દ્વારા આજરોજ રૂડા ઓફિસ ખાતે વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે સખત વિરોધ પ્રદર્શન કરાયું હતું. બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને વિરોધ કરી રહેલા તમામ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી. જોકે આ વિશે રૂડા ઓફિસના અધિકારી જે.વી. મિયાણીએ બપોરે 1:30 વાગ્યાની આસપાસ આપેલ નિવેદનમાં જણાવ્યું હતું કે, રોડ રસ્તાની રીપેરીંગ કામગીરી બે દિવસ પહેલાં જ શરૂ કરી દેવામાં આવી છે.