તારાપુર: જલારામ મંદિર પાસે 11મીએ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી જનસભા સંબોધશે, પંથકના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો.
Tarapur, Anand | Oct 8, 2025 તારાપુરમાં આમ આદમી પાર્ટીએ પૂરજોશમાં પગરણ માંડી છે ત્યારે તારાપુર પંથકમાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.શરૂઆતમાં તારાપુરના મિલરામપુરા ગામે કિશાન સેલના નેતા રાજુભાઈ કરપડાએ જનસભા સંબોધી હતી.જે દરમ્યાન રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો.ત્યારબાદ આમ આદમી પાર્ટીની ખેડૂતોની સભા યોજવાની પરવાનગી બાબતે વિવાદ સર્જાયો હતો.હવે 11 ઓક્ટોબરે બપોરે 1 ક્લાકે, વાસદ હાઇવે પરના જલારામ મંદિર પાસે ઈસુદાન ગઢવી જનસભા સંબોધશે જેને લઈ રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.