ગોધરા: સરકારી નાણાંની ઉચાપતના ગુનામાં નાસતો-ફરતો આરોપી બાવાની મઢી પાસેથી બી-ડિવિઝન પોલીસના હથ્થે ચડ્યો
પંચમહાલ પોલીસ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી વોન્ટેડ આરોપીઓની શોધખોળમાં રહેલી ગોધરા 'બી' ડિવિઝન પોલીસની ડી-સ્ટાફ ટીમને સફળતા મળી છે. પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ મુકેશસિંહ અને નારેશકુમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે, સરકારી નાણાંની ઉચાપતના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપી જીતેન્દ્ર મગનભાઈ બારીઆને બાવાની મઢી પાસેથી ઘેરાબંધી કરીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.