આણંદ: માસૂમ બાળકીના બાળકીના અપહરણ, દુષ્કર્મ અને હત્યાના ચકચારી કેસ પોલીસ એન્કાઉન્ટરમાં અંત; બે પોલીસકર્મીઓ ઘાયલ
આણંદ: આણંદના વાસદ રેલ્વે સ્ટેશન નજીક ચાર વર્ષની બાળકીના અપહરણ,વી દુષ્કર્મ અને હત્યાના ચકચારી કેસના મુખ્ય આરોપી સુરેશ પરમારનું સોમવારે સવારે પોલીસ એન્કાઉન્ટરમાં મોત નીપજ્યું છે. બોરસદ પોલીસે ધરપકડ કર્યા બાદ આરોપીને વધુ પૂછપરછ માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો હતો. વાસદ લઈ જતી વખતે આરોપીએ ઉબકા આવવાનું બહાનું કાઢી પોલીસ વાન રખાવી હતી અને વાનમાંથી ઉતરતા જ છરી વડે પોલીસકર્મીઓ રાજવીર સિંહ અને મહિપાલ સિંહ પર જીવલેણ હુમલો કર્યો હતો.
પોલીસ સબ ઇન્સ્પેક્ટરે આરોપીને વારંવાર ચેતવણી આપી હોવા છતાં તેણે હુમલો ચાલુ રાખતા, સ્વબચાવમાં પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો. આ અથડામણમાં આરોપી સુરેશ પરમારને ગોળી વાગતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે આરોપીએ નશાની હાલતમાં ટિકિટ કાઉન્ટર પરથી બાળકીનું અપહરણ કરી આ ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું હતું. હાલ ઈજાગ્રસ્ત બંને પોલીસકર્મીઓ સારવાર હેઠળ છે અને સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને પગલે ભારે ચર્ચા જાગી છે.