કપુરાઈ બ્રીજ નીચેથી વાહન ચોરી કરનાર નર્મદાનો તુષાર બારીઆ ઝડપાયો, રૂ. 1.30 લાખની કિંમતના ચાર વાહનો જપ્ત
વડોદરા શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરીની વધતી ઘટનાઓને અટકાવવા અને અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ અને વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન કપુરાઈ પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલી બાતમીના આધારે નારાયણ હોસ્પિટલ પાસેથી તુષાર શાંતિલાલ બારીઆ (રહે. લીમપુરા, જી. નર્મદા) નામના ઇસમને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની સઘન પૂછપરછ કરતાં તેણે દોઢેક મહિના અગાઉ કપુરાઈ બ્રીજ નીચેથી વાહન ચોર્યાની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી બે હોન્ડા હોર્નેટ, એક એક્ટિવા અને એક સ્પ્લેન્ડર મળી કુલ રૂ. 1,30,000/- ની કિંમતના ચાર વાહનો કબજે કર્યા છે અને આ કાર્યવાહીથી કપુરાઈ પોલીસ સ્ટેશનના ચાર ગંભીર વાહન ચોરીના ગુનાઓ સફળતાપૂર્વક ડિટેક્ટ કરવામાં આવ્યા છે
#factfindernews #kapuraiPolice #vehiclethief #arrested #vadodaragujarat