ભુજ: ભુજમાં વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરીની શૈક્ષણિક મુલાકાત લીધી
Bhuj, Kutch | Oct 3, 2026 મહારાણી પ્રીતિદેવી સ્કૂલ અને લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલના વિદ્યાર્થીઓએ ભુજ જિલ્લા સેવા સદનની મુલાકાત લઈ વિવિધ સરકારી શાખાઓની કામગીરી અંગે માહિતી મેળવી. કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમને સજાગ અને જવાબદાર નાગરિક બનવા પ્રોત્સાહિત કર્યા. વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અંગેનું આવેદનપત્ર પણ કલેક્ટરને પાઠવ્યું હતું.