ગોધરા: વિશ્વ પર્યાવરણ દિવસે ગોધરા નગર ભાજપ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
વિશ્વ પર્યાવરણ દિવસે ગોધરા નગર ભાજપ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો,ગોધરા શહેરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ગોધરા નગર ભાજપ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના અતૂટ વિકાસ અને સેવા યાત્રાને સમર્પિત આ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.