ગોધરા: શહેરાના નાડા નજીક બાઇક પરથી પટકાતાં ગર્ભવતી મહિલા અને ૮ માસના ગર્ભસ્થ બાળકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું
શહેરા તાલુકાના નાડા ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. ચાલુ બાઇક પર અચાનક ચક્કર આવતાં નીચે પટકાયેલા ૨૯ વર્ષીય સગર્ભા મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ કરુણ ઘટનામાં મહિલાની કૂખમાં ઉછરી રહેલા ૮ માસના માસૂમ બાળકનો પણ ગર્ભમાં જ કાળ થઈ જતાં પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. માતાના અકાળે અવસાનથી ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતાં નાયક પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.