થરાદ નજીક ભારતમાલા હાઈવે પર આવેલા ટોલ પ્લાઝા પર એક બેકાબુ આઇસર ટ્રકનો અકસ્માત થયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટના આજે 25 ડિસેમ્બરે રાજસ્થાન તરફથી આવી રહેલા એક આઇસર ટ્રક સાથે બની હતી. ટ્રક અચાનક બેકાબુ બનતા ટોલ પ્લાઝા વિસ્તારમાં ઘૂસી ગઈ હતી.