સાવલી: મુવાલ રોડ પર ભયાનક અકસ્માત, ટ્રક અને રિક્ષા વચ્ચે ટક્કર થતા બે વ્યક્તિના મોત, ત્રણ ગંભીર ઘાયલ થયા છે
Savli, Vadodara | May 20, 2025 સાવલી: સાવલી તાલુકાના મુવાલ રોડ પર એક હ્રદયદ્રાવક માર્ગ અકસ્માત નોંધાયો છે, નાયરા પેટ્રોલ પંપ પાસે ટ્રક અને ઔટોરિક્ષા વચ્ચે થયેલી આ ટક્કરમાં ભાદરવા ગામના માછી પરિવારના બે સભ્યોનું ઘટના સ્થળે મોત થયું છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે।