ભાવનગર શહેર: ચિત્રા ફુલસર,ઉત્તર કૃષ્ણનગર, અને દક્ષિણ સરદારનગરમાં ઉમેદવાર બદલાયા
Bhavnagar City, Bhavnagar | Apr 11, 2026
આજે તારીખ 11 એપ્રિલના રોજ ભાવનગરના વિવિધ વોર્ડમાં ભાજપે છેલ્લી ઘડીએ ઉમેદવારોમાં ફેરફાર કર્યા છે. ચિત્રા ફુલસર નારી વોર્ડમાં પાયલબેન પંચાલનું નામ મતદાર યાદીમાં ન હોવાથી તેમના સ્થાને નિરલબેન સિદ્ધપુરાને ટિકિટ અપાઈ. ઉ. કૃષ્ણનગર રૂવા વોર્ડમાં આશાબેન પરમારના બદલે નિતાબેન બારૈયાને તક મળી. બોરતળાવ વોર્ડમાં બળવંતભાઈ રાઠોડને વધુ સંતાનોના કારણે બદલવામાં આવ્યા. તેમજ દક્ષિણ સરદારનગર અધેવાડા વોર્ડમાં પરેશ ચૌહાણના સ્થાને મેરાભાઈ કસોટીયાને ઉમેદવાર બનાવાયા.