ગોધરા: જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં જાંબુઘોડામાં ‘હોલિકા દહન’ સંપન્ન: સર્વના કલ્યાણ માટે કરી પ્રાર્થના
અસત્ય પર સત્યના વિજયના પ્રતિક સમાન પાવન પર્વ હોળીની સમગ્ર પંચમહાલ જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયંકભાઈ દેસાઈ જાંબુઘોડા ખાતે આયોજિત ‘હોલિકા દહન’ કાર્યક્રમમાં વિશેષ રૂપે સહભાગી થયા હતા. જાંબુઘોડા ખાતે અત્યંત ભક્તિમય અને દિવ્ય વાતાવરણમાં આયોજિત આ કાર્યક્રમમાં મયંકભાઈ દેસાઈએ પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે હોલિકાનું પૂજન અને અર્ચના કરી હતી. મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવી તેમણે આ પવિત્ર