દસ્ક્રોઈ: અમદાવાદના આનંદનગરમાં હત્યાના બનાવને લઈને લોકોમાં રોષ
અમદાવાદના આનંદ નગરમાં હત્યાના બનાવને લઈને લોકોમાં રોષ અમદાવાદ: શહેરના રાજીવનગરમાં આધેડની હત્યા મામલે મૃતકના પરિવારજનો હવે આરોપીઓના દુકાન-ઘર પાસે પહોંચીને હોબાળો કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સેંકડોનું ટોળું 8 તારીખના 11 વાગ્યાની આસપાસ રાજીવનગરમાં આવી પહોંચતા પોલીસ દોડતી થઈ હતી. મૃતકના પરિવારજનો અને સંબંધીઓનું કહેવું છે કે, હત્યારાઓના પરિવારે અહીં રહેવા નહીં દઈએ. આટલી મોટી સંખ્યામાં લોકો પહોંચી જતાં તણાવ વધ્યો છે.