કાલોલમા નગર પાલિકાના કારોબારી અધ્યક્ષ અને પોલીસ વચ્ચે તા.6 ડીસેમ્બર મંગળવારના રોજ બબાલ થયો હતો જેમા કારોબારી અધ્યક્ષે પોલીસને જોઈ લેવાની ધમકી આપી હતી કાલોલ નગર પાલિકા ના કારોબારી અધ્યક્ષ જ્યોત્સના બેલદાર અને તેમના પરિવારે પોલીસ સાથે માથાકૂટ કરતા સમગ્ર મામલે પોલીસે નગર પાલિકાના કારોબારી અધ્યક્ષ અને તેમના પરિવારના સભ્યો 5 વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે આ બાબતે હાલોલ DYSP વી.જે.રાઠોડ એ આજે બુધવારે વિસ્તુતિ માહિતી આપી હતી