મહુવા: કાકીડી ગામની સીમમાં જુવારના પાકની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કાકીડી ગામની સીમમાં જુવારના વાવેતરની આડમાં ગાંજાના છોડ ઉગાડવામાં આવતા હોવાનો પર્દાફાશ થયો છે. મોટા ખુંટવડા પોલીસ સ્ટેશનની ટીમે દરોડો પાડીને ગાંજાના 19 લીલા છોડ, કુલ વજન 5.780 કિલોગ્રામ અને અંદાજિત કિંમત રૂ. 2.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. મળતી માહિતી મુજબ, પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે કાકીડી ગામની સીમમાં મેરપરુ વાડી વિસ્તારમાં રહેતા પરેશભાઈ ઉર્ફે પ્રવીણભાઈ ખાટાભાઈ ચાવડાની કબજા-ભોગવટાની વાડીમાં જુવારના પાકની આ