બેચરાજી: બહુચરાજીમાં મહેસુલી કર્મચારીઓનું આંદોલન, કાળી પટ્ટી ધારણ કરી કર્યો વિરોધ
પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળનું આંદોલન. બહુચરાજીના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો. બઢતી, બદલી અને સિનિયોરિટીના મુદ્દે 'વર્ક ટુ રૂલ'ની જાહેરાત કરવામાં આવી છે.