ગોધરા: 9 એપ્રિલે 91 ઉમેદવારી પત્રો ભરાયા, ગોધરા નગરપાલિકાની ચૂંટણી માટે 421 ઉમેદવારી પત્રોનો ઉપાડ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પંચમહાલ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. ગોધરા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે કોંગ્રેસે પોતાની રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે. ગોધરા તાલુકા પંચાયત કુલ 32 બેઠકો તેમજ જિલ્લા પંચાયત: ગોધરા હસ્તકની 9 બેઠકો મળી કુલ તમામ 41 બેઠકો પર કોંગ્રેસ પોતાના પ્રતિનિધિઓ મેદાને ઉતારશે.જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષના મોવડી મંડળની ઉપસ્થિતિમાં તમામ સંભવિત ઉમેદવારોના ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે