ગોધરા: ST બસના ચાલક પર અડાદરા પાસે થયેલ હુમલા અંગે એસ ટી વિભાગ ના ATI દિલીપભાઈ વૈષ્ણવ એ માહિતી આપી
પંચમહાલ જિલ્લાના ગોધરા-ઘોઘંબા રૂટ પર મુસાફરો ભરેલી એસ.ટી. બસના ચાલક પર હુમલો થવાની ઘટના સામે આવી છે. અડાદરા ગામ પાસે ઇકો કારમાં સવાર શખ્સોએ બસને આંતરીને ડ્રાઈવર સાથે મારપીટ કર્યા હોવાની ઘટનાની સામે આવી છે ગોધરા-ઘોઘંબા રૂટની એસ.ટી. બસ જ્યારે અડાદરા ગામ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે ઇકો કારમાં સવાર ત્રણથી ચાર લોકોએ બસને રસ્તામાં રોકી હતી. આ શખ્સોએ બસના ચાલકને સ્ટેરિંગ પરથી નીચે ઉતારી, અપશબ્દો બોલી ગડદાપાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ