ગોધરા: શહેરના વેજલપુર રોડ પર ક્રિકેટ મેચ જીતવાની અદાવતમાં કિશોર પર બેટ વડે જીવલેણ હુમલો: શહેર બી ડિવિઝન પોલીસમથકે ગુનો દાખલ
ગોધરાના વેજલપુર રોડ પર આવેલા જૂના બસ ડેપો નજીક મેદાનમાં ક્રિકેટ રમવા બાબતે થયેલી તકરારમાં ૧૭ વર્ષીય કિશોર પર જીવલેણ હુમલો થયો છે. ૨૩ જૂનના રોજ મેચ જીતી જવાની અદાવતમાં યુસુફ ઇકબાલ ઇનાલ ઉર્ફે ઇંડાવાલા નામના શખ્સે ઉશ્કેરાઈને મોહમદ જૈદ નામના કિશોરને માથામાં બેટ ફટકારી લોહીલુહાણ કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.સામાજિક સ્તરે સમાધાનના પ્રયાસો નિષ્ફળ જતાં, અંતે કિશોરના પિતાની ફરિયાદના આધારે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો નોંધી