તારાપુર: પાદરા ગામે ઢોર બાંધવા બાબતે એક જ પરિવારના ત્રણ સભ્યોને લાકડીથી માર મારતા ફરિયાદ.
Tarapur, Anand | Oct 14, 2025 તારાપુર તાલુકાના પાદરા ગામે ઢોર બાંધવાની બાબતને લઈને ઝઘડો થયો હતો.જેમાં ચાર શખ્સોએ લાકડીથી હુમલો કરીને એક જ પરિવારના ત્રણ સભ્યોને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે તારાપુર પોલીસે ફરિયાદી સંદીપભાઈ ભોપાભાઈ ભરવાડની ફરિયાદના આધારે ચાર ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે