લીંબડી: લીંબડી શહેરમા બાહેલાપરા માં નવા રસ્તા નુ કામ શરુ થતા લોકો મા રાહત. હવે ટાવર થી રેલવે સ્ટેશન ને જોડતા ગૌરવ પથ નવો બનાવો.
લીંબડી ના સામાજિક આગેવાન જગદીશભાઈ મકવાણા એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે લીંબડી શહેરમા ભલગામડા ગેટ વિસ્તાર થી છેક મોરભાઇના ડેલા સુધી રોડ મંજુર થતાં તે નવો બનાવવા નું કામ શરૂ થયું છે. એવી રીતે જો વાલ્મીકિનગર થી ભલગામડા ગેટ અને ટાવર થી છેક રેલવે સ્ટેશન સુધી નો રોડ જે પહેલા ગૌરવ પથ તરીકે ઓળખવામાં આવે છે એ હાલ તદન બિસ્માર હાલતમાં છે રોડને નવો બનાવવા મા આવે એવી રજૂઆત કરી છે.