મનપા કચેરી ખાતે સ્વદેશી મેળાના આયોજન અંગે બેઠક યોજાઈ,કમિશનર ઉપસ્થિત રહ્યા
Porabandar City, Porbandar | Oct 3, 2025
મનપા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત પ્લાસ્ટિક ફ્રી "સ્વદેશી મેળા" ના આયોજન અંગે બેઠક યોજાઇ હતી. જેમાં રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન દ્વારા મહાનગરપાલિકામાં એસએચજી (સ્વ સહાય જૂથ)ની બહેનો દ્વારા સ્વ બનાવટની ચીજ વસ્તુઓના વેચાણ માટે "સ્વદેશી મેળા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.મહાનગરપાલિકાના કમિશ્નર એચ જે પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને આયોજિત કરાઈ હતી