ભાવનગર શહેર: લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આડોડીયાવાસ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા મહિલાઓ સહિત 5 લોકોને ઝડપી લીધા
Bhavnagar City, Bhavnagar | May 22, 2026
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતેથી જણાવ્યા અનુસાર એલસીબી ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે આડોડીયાવાસ વિસ્તારમાં રહેણા કે મકાન પાસે રેડ કરતા જાહેરમાં જુગાર રમતા મહિલાઓ સહિત 5 લોકોને ઝડપી રૂપિયા 46,580 નો મુદ્દા માલ કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.