ગોધરા: શહેરામાં વીજળી પડતાં એક મહિલાનું મોત:નાદરવા ગામે ડાંગરની રોપણી સમયે એક જ પરિવારની ત્રણ મહિલા પર વીજળી પડી, બેને ગંભીરઈજા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાદરવા ગામે બપોરના સમયે ડાંગર વાવણી સમયે અચાનક આકાશી વીજળી પડતાં એક જ પરિવારની ત્રણ મહિલાઓ તેનો ભોગ બની છે. આ દુર્ઘટનામાં એક ૬૫ વર્ષીય વૃદ્ધાનું ઘટના કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ, નાદરવા ગામના એક જ ખેડૂત પરિવારના સભ્યો આજે બપોરના સુમારે પોતાના ખેતરમાં ડાંગરની રોપણી કરી રહ્યા હતા. તે સમયે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને કડાકા-ભડાકા સાથે આકાશી વીજળી પડવ