ખંભાત: ખંભાત તાલુકાના કણજીકુઈ પ્રાથમિક શાળાના શિક્ષક અશોકભાઈ પટેલને પ્રકૃતિ મિત્ર એવોર્ડ એનાયત કરાયો.
Khambhat, Anand | Sep 21, 2025 કે.ટી.પરિવાર ખેડબ્રહ્મા તથા પ્રકૃતિ મિત્ર ગુજરાત ગૃપ દ્વારા રાજ્યમાં પ્રકૃતિ માટે કામ કરતા ૧૮૪ શિક્ષકોને અંબાજી ગાયત્રી મંદિર ખાતે પ્રકૃતિ મિત્ર એવોર્ડથી સન્માન કર્યું હતું. જેમાં આણંદ જિલ્લાના વિવિધ તાલુકામાંથી ૪ જેટલા શિક્ષકોનું સન્માન કર્યું હતું. જે અંતર્ગત ખંભાત તાલુકાની રાલેજ પે સેન્ટર શાળા તાબાની કણજીકુઈ પ્રાથમિક શાળાના શિક્ષક અશોકભાઈ રાવજીભાઈ પટેલને પ્રકૃતિની સેવામાં ૨૩ વર્ષ સેવા અર્થે પ્રકૃતિ મિત્ર ઍવોર્ડથી સન્માનિત કર્યા હતા.