રાજુલા: રાજુલા શહેરમાં શિક્ષકોની અનોખી પહેલ : વિસર્જન ગરબા નો નવો ઉપયોગ, 250થી વધુ ચકલીના માળા તૈયાર
Rajula, Amreli | Oct 11, 2025 રાજુલા શહેરના જેએ સંઘવી હાઈસ્કૂલના શિક્ષકોએ નવરાત્રી પછી વિસર્જન માટે લાવાયેલા ગરબાઓને ચકલીના માળા બનાવવા માટે નવીન પ્રયોગ કર્યો. 250 થી વધુ ગરબાઓનો ઉપયોગ કરીને મજબૂત માળા તૈયાર કરાયા છે, જે શાળાઓમાં વિતરણ થશે. આ પગલાંથી પ્રકૃતિ અને પર્યાવરણ બચાવવાની અનોખી પહેલ બની છે.