લીંબડી: લીંબડી શહેરમા ભલગામડા ગેટ ભીલપરા વિસ્તારમાં જાહેરમાં ગંજીપત્તા નો જુગાર રમતા 6 શખ્સો ને એલસીબી ટીમે ઝડપી પાડયા
લીંબડી શહેરમા ભલગામડા ગેટ નજીક ભીલપરા વિસ્તારમાં જાહેરમાં ગંજીપત્તા નો તીનપત્તિનો જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમી મળતાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમે દરોડો પાડયો હતો જેમાં જુગાર રમી રહેલા 6 શખ્સો ને ઝડપી પાડયા હતા અને જુગારના પટમાંથી રોકડ રકમ રૂ 15 હજાર રોકડા તથા મોબાઇલ નંગ 4 અને મોટરસાયકલ બાઈક એક એમ કુલ મળી કિંમત 20 હજાર નો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.