ગઢડા: ખેલ મહાકુંભ: રામપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો યોગાસનમાં જિલ્લા કક્ષાએ ડંકો
Gadhada, Botad | Oct 21, 2026 બોટાદ જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધામાં ગઢડાની રામપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શાનદાર દેખાવ કર્યો છે. બહેનો અને ભાઈઓના વિવિધ વિભાગમાં વિદ્યાર્થીઓએ મેડલ જીતીને શાળાનું ગૌરવ વધાર્યું છે.